Khergam: ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ખેરગામ તાલુકા મથકે ‘‘વિશ્વ આદિવાસી દિવસ’’ની ઉજવણી કરવામાં આવી

No Comments

           વિશ્વ આદિવાસી દિવસ’’ ખેરગામ તાલુકો 

Khergam: ગણદેવીના  ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને  ખેરગામ તાલુકા મથકે ‘‘વિશ્વ આદિવાસી દિવસ’’ની ઉજવણી કરવામાં આવી

આદિવાસી સમુદાયે સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે સર્વાંગી વિકાસની દિશામાં નવા આયામો સિદ્ધ કર્યા છે.

-  નરેશભાઈ પટેલ 

આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા પારંપરિક વેશભૂષા નૃત્ય ગાન સાથે મહેમાનોનું ભવ્ય સ્વાગત 

(નવસારી: શુક્રવાર ): સમગ્ર વિશ્વભરમાં વસવાટ કરતા મૂળ નિવાસી સમુદાય એવા આદિવાસી સમાજને હક્ક, અધિકારો અને અન્ય સમાજની મુખ્ય હરોળમાં આવી શકે તે હેતુથી યુનો (UNO) દ્વારા ઘોષિત કરવામાં આવેલા વિશ્વ આદિવાસી દિવસની આજે સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજના ભવ્ય અને ઐતિહાસિક વિરાસત, પરંપરાગત વારસો અને અસ્મિતાને ટકાવવાના પ્રયાસોના ભાગરૂપે આજે તા.૯મી ઓગસ્ટના રોજ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના  અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના એ.પી.એમ.સી. ખાતે ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.       

              આ અવસરે  ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલે સમસ્ત આદિવાસી સમાજને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ પોતાની આગવી સંસ્કૃતિ, કલા અને પરંપરાઓ સાથે સંકાળાયેલો સમાજ છે. છેલ્લા બે દાયકામાં ગુજરાત સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરવાથી અંબાજી થી લઈને ઉમરગામ સુધીનાં આદિવાસી બાંધવોનો વિકાસ થયો છે. જે અંતર્ગત આદિવાસી સમુદાયે સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે સર્વાંગી વિકાસની દિશામાં નવા આયામો સિદ્ધ કર્યા છે.સરકારે આદિવાસી બાંધવોના વિકાસ માટે વનબંધુ કલ્યાણ જેવી મહત્વની યોજના અમલમાં મૂકી છે. આદિવાસીઓને મુખ્ય પ્રવાહમાં જોડી આદિવાસી વિસ્તારોનો સમતુલિત અને સમુચિત વિકાસ કર્યો છે. 

            આ પ્રસંગે ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલે ઉમેર્યું હતું કે ગુજરાત સરકાર આદિવાસી  સમાજના દરેક વર્ગ,દરેક ક્ષેત્રના સર્વાગી વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી ગુજરાતના આદિવાસી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સર્વગ્રાહી પ્રયાસો આદર્યા છે.

       આજના દિવસે રાજ્યકક્ષાનો કાર્યક્રમ અંતર્ગત, ખેડબ્રહ્મા સાબરકાંઠાથી   મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદિવાસી સમાજને આદિવાસી દિવસની શુભકામનાઓ આપી હતી. જેનું સ્થાનિક લોકોએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. 

            આ પ્રસંગે  મહાનુભાવોના હસ્તે નવસારી જીલાના આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, પ્રગતિશીલ ખેડૂતો, પશુપાલકો, વિદ્યાર્થીઓ, કલાકારો અને રમતવીરોને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા. સાથે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો/ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું .સાથે એ.પી.એમ.સીના કેમ્પસમાં મહનુભાવોએ વૃક્ષરોપણ કર્યું હતું . 

          કાર્યક્રમના પ્રારંભમાં ઘેરૈયા નૃત્ય, તુર નૃત્ય દ્વારા આદિવાસીની સાંકૃતિક ઝલક રજૂ થઈ હતી સાથે વનબંધુ કલ્યાણ યોજનાની દસ્તાવેજી ફિલ્મ પ્રદર્શિત કરી વિકાસના કામોથી લોકોને માહિતગાર કરાયા હતા.     


        આ પ્રસંગે  મદદનીશ કમિશનરશ્રી આદિજાતિ વિભાગ સુજાતભાઈ, ચીખલી પ્રાંત અધિકારીશ્રી મિતેશ પટેલ ,ખેરગામ તાલુકા પ્રમુખશ્રી રાજેશભાઇ પટેલ , ચીખલી તાલુકા પ્રમુખશ્રી રાકેશભાઈ પટેલ , ગણદેવી તાલુકા પ્રમુખશ્રી પ્રશાંતભાઈ શાહ, જિલ્લા  પંચયાત સિંચાઈ પશુપાલન અધ્યક્ષશ્રી નિકુંજભાઈ પટેલ , જિલ્લા પંચયાત આરોગ્ય સમિતિ અધ્યક્ષશ્રી સુમિત્રબેન ગરાસિયા , તાલુકા વિકાસ અધિકારી શ્રી ચેતન દેસાઇ, ખેરગામ તાલુકવિકાસ અધિકારી મહેશભાઈ વિરાણી ,  આદિવાસી સમાજના સ્થાનિક આગેવાનો ,પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


વિશ્વ આદિવાસી દિવસ’’ ખેરગામ તાલુકો * ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ખેરગામ તાલુકા મથકે ‘‘વિશ્વ...

Posted by Info Navsari GoG on Saturday, August 10, 2024

0 Comments:

Post a Comment