વિશ્વ મહિલા દિવસ પર સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય દ્વારા આદિવાસી સમાજની મહિલાઓની ઉત્કૃષ્ટ કામગીરી અને આત્મ નિર્ભરતા માટે સન્માનિત કરવામાં આવ્યાં.
ખેરગામ : તારીખ ૮મી માર્ચ વિશ્વ મહિલા દિવસના પાવન અવસરે નવસારી જીલ્લાના સુરખાઈ ગામ ખાતે આવેલ જ્ઞાનકિરણ ધોડિયા સમાજ ભવન ખાતે મહિલાઓએ કરેલી ઉત્કૃષ્ટ કામગીરી અને આત્મનિર્ભરતા માટે આદિવાસી સમાજનો સન્માન સમારોહ યોજાયો. જેમાં પ્રો. નિરલ પટેલ તથા ઇજનેર મયુર પટેલનાં માતૃશ્રી કલ્પનાબેન પટેલ આશરે છેલ્લા ૨૫ વર્ષ પહેલાં ચાલુ કરેલ નાનકડી કરિયાણાની દુકાનથી હાલ કલ્પવંત રેસ્ટોરન્ટ...