ખેરગામ તાલુકાની મહિલા ક્રિકેટ ટીમે ફાઈનલ મેચમાં ચીખલી તાલુકાની ટીમ સામે ભવ્ય વિજય મેળવ્યો.
પ્રથમ દાવમાં ચીખલી તાલુકાની ટીમે 5 ઓવરમાં 5 વિકેટે 30 રન બનાવ્યા હતા. તેની સામે ખેરગામ તાલુકાની ટીમ વિના વિકેટે 3.1 ઓવરમાં 35 રન બનાવી જીત મેળવી હતી. થોડા દિવસની પ્રેક્ટીસ બાદ પ્રથમ વખત ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. પરંતુ તમામ ખેલાડીઓમાં જીત મેળવવાનો જુસ્સો હતો. જેમનાં કારણે તેમણે જીત મેળવી હતી.
આ પ્રસંગે ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનિષભાઈ પરમાર, પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી હરિશભાઈ પટેલ, ખેરગામ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સહમંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલ નાંધઈ પ્રાથમિક શાળાનાં આચાર્યશ્રી જીતુભાઈ પટેલ હાજર રહી શુભેચ્છાઓ પાઠવી હતી. નવસારી જિલ્લા પંચાયતના અઘ્યક્ષ શ્રીમતી દર્શનાબેન પટેલનાં હસ્તે ક્રિકેટ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.