Khergam : ખેરગામ બંધાડ ફળિયા ખાતે નવી આંગણવાડીનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું.
ખેરગામ બંધાડ ફળિયાના નવી આંગણવાડી બનાવવા છેલ્લા ઘણા સમયથી ઉઠેલી માંગ અને સ્થાનિક આગેવાનોની રજૂઆતના પગલે મનરેગા યોજના અંતર્ગત આંગણવાડીનું નવું મકાન બનાવવા માટે રૂપિયા 10 લાખની ગ્રાન્ટ મંજુર થતાં ગામના પ્રથમ નાગરિક એવા મહિલા સરપંચશ્રી ઝરણાબેન પટેલના હસ્તે આંગણવાડીના મકાન બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
જેમાં ખેરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સશીનભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, ધનસુખભાઈ પટેલ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો શૈલેષભાઈ, હેમલતાબેન, પ્રિયંકાબેન, સુભાષભાઈ, નીલમબેન અને ફળિયાના રહીશો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.સરપંચ ઝરણાબેન પટેલે જણાવ્યું કે બંધાડ ફળિયામાં પ્રથમવાર આંગણવાડીનું નવું બાંધકામની કામગીરી શરૂ થતાં બાળકોને નવી સુવિધા પ્રાપ્ત થશે.
0 Comments:
Post a Comment