શિક્ષણમાં નવતર પ્રયાસો: નાંધઈ પ્રાથમિક શાળામાં અંગ્રેજી તાલીમનું આયોજન.

ખેરગામ, 10 ડિસેમ્બર 2024:

જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, નવસારી અને GCERT ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ 9 અને 10 ડિસેમ્બર 2024ના રોજ નાંધઈ પ્રાથમિક શાળા ખાતે ધોરણ 3 થી 5ના અંગ્રેજી વિષયના શિક્ષકો માટે બે દિવસીય તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થઈ.


DIETના સિનિયર લેક્ચરરશ્રી રાજેશભાઈ પટેલ અને ખેરગામ તાલુકાના BRC વિજયભાઈ પટેલના ઉદઘાટન માર્ગદર્શન સાથે તાલીમનો પ્રારંભ થયો. શાળાના શિક્ષકો માટે આ તાલીમમાં પ્રાયોગિક અભિગમ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું, જેમાં અભિનય ગીતો, રમતો, વાર્તાઓ, ચિત્ર વર્ણન અને પ્રવૃત્તિઓ દ્વારા શીખવવાની નવી પદ્ધતિઓ રજૂ કરવામાં આવી.


શિક્ષકોના ઊંડા રસ અને ઉત્સાહ વચ્ચે વિષય તજજ્ઞશ્રી રાહુલ રાજુ કુંવર (પ્રા.શાળા તોરણવેરા) અને હિરેનભાઈ પટેલ (લહેરકા ફળિયા પ્રા.શાળા) દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણને સરળ, રસપ્રદ અને અસરકારક બનાવવાના ઉદ્દેશ પર કામ કરાયું.


આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ શિક્ષકોને એવા ઉપાયો શિખવવાનું હતું જે વિદ્યાર્થીઓમાં અંગ્રેજી વિષય પ્રત્યેનું ભય દૂર કરે અને તેમની નિડરતા વધારે. સાથે જ, ધોરણ 3 થી 5ના અભ્યાસક્રમમાં મળતી કઠિન નિષ્પત્તિઓ ઉકેલવા માટેના પ્રવૃત્તિ આધારિત અભિગમ પર ભાર મૂકાયો.


આ આયોજનની સફળતામાં સહભાગી તમામ શિક્ષક મિત્રોએ મહત્વનું યોગદાન આપ્યું. આ તાલીમ શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અને વિદ્યાર્થીઓ માટે ભણતર આનંદમય બનાવવામાં મજબૂત આધારરૂપ રહેશે.
































#KhergamNews #EducationProgress #ActivityBasedLearning #EnglishTraining #DIETNavsari #GCERT #TeacherTraining #SchoolEducation #EducationalEfforts #StudentLearning


Khergam News : "દિવાળી પર ખેરગામ પોલીસનો અનોખો સંદેશ: ગરીબ બાળકોને ખુશીઓની ભેટ"

ખેરગામ પીએસઆઇ ગામીત સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા આ દિવાળીના પર્વે ગરીબ બાળકો માટે ખૂબ જ સરસ અને સંવેદનશીલ પ્રયાસ કરવામાં આવ્યો. તેઓ બાળકોને ફૂટવેરની દુકાનમાં લઈ ગયા અને તેમણે પોતાને પસંદ હોય તેવા બુટ-ચપ્પલ પસંદ કર્યા. બાળકોના ચહેરા પર દેખાતા આનંદને જોતા, આ એક ખૂબ જ હ્રદયસ્પર્શી ક્ષણ હતી.

આ ઉપરાંત, બાળકોએ દિવાળીના પર્વ માટે ફટાકડા પસંદ કરી શક્યા, જેનાથી તેમના ચહેરા પર ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો. આ જ નહીં, પરંતુ ખેરગામ પોલીસે ગરીબ વિધવા મહિલાઓ અને વૃદ્ધ દંપતીને મીઠાઈ આપીને તેમનો પણ ઉત્સવ ઉજવવા માટે પ્રોત્સાહિત કર્યા.

આ આદરણીય પ્રયાસને કારણે ખેરગામમાં પોલીસ સ્ટાફનો આ અભિગમ સામાજિક જવાબદારી અને માનવતાના ઉદાહરણ તરીકે લોકોમાં લોકપ્રિય બન્યો.


ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં  આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો.

ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો.

 ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે.

એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. 

આ પ્રસંગે તોરણવેરા ગામના સરપંચશ્રી સુનિલભાઈ દાભડીયા, કુકણા સમાજ વિકાસ મંડળના માજી પ્રમુખો, માજી મંત્રીઓ અને કારોબારી સભ્યો અને સ્થાનિક હાઈસ્કુલના આચાર્યઓ સહિત મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Navsari :"વિકાસ સપ્તાહ" અંતર્ગત માન. કલેક્ટરશ્રી, નવસારી અને પોલીસ અધિક્ષકશ્રી, નવસારી સાથે ટ્રાયબલ ડેવલપમેન્ટ વિષયનો વાર્તાલાપ. #VikasSaptah #23yearsOfSuccess

"વિકાસ સપ્તાહ" અંતર્ગત માન. કલેક્ટરશ્રી, નવસારી અને પોલીસ અધિક્ષકશ્રી, નવસારી સાથે ટ્રાયબલ ડેવલપમેન્ટ વિષયનો વાર્તાલાપ. #VikasSaptah #23yearsOfSuccess

Posted by Ddo Navsari on Thursday, October 17, 2024

Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કેલિયા પ્રાથમિક શાળા ખાતે વાંસદા-ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં ૮૪ જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી અને કેલિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને વાંસદા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કેલિયા પ્રાથમિક શાળામાં નવનિર્મિત મકાનનું લોકાર્પણ વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપ્તિબેન પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી પ્રાથમિક શાળાના બાળકોએ 84 જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી. 

અધ્યક્ષપદેથી ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે શાળાના ઉત્સાહિત શિક્ષકો દ્વારા દર વર્ષે વૈજ્ઞાનિક પ્રદર્શન રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી કૃતિઓ તૈયાર કરે છે

આ પ્રસંગે પ્રાંત અધિકારી પટેલ સાહેબે જણાવ્યું હતું કે ખૂબ સરસ આયોજન કરી શિક્ષકોએ એક ઉદાહરણ પૂરું પાડયું છે. ડોક્ટર અબ્દુલ કલામની જેમ બાળકો આગળ વધે અને સારા વૈજ્ઞાનિક બને એવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી અંબાબેન, તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપ્તિબેન પટેલ સહિતના હાજર રહ્યા હતા

 Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો,

કન્યાશાળા ખેરગામ વર્ષ 2024-25 ના  પ્રથમસત્ર દરમિયાન "બેગ લેસ ડે' અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિધાર્થીઓ માટે  5 દિવસ બેગ લેસ ડે' તરીકે ઉજવવામાં આવ્યો. શાળાનાં બાળકોને સચોટ માહિતી સુલભ થાય એ  હેતુસર ખેરગામના બ્યુટીસિયન, રમતવીરો, અને પત્રકારશ્રીને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

જેમાં 6 થી 8 ના તમામ બાળકો અને આચાર્ય ભરતભાઈ  તથા શિક્ષકો ચાંદનીબેન,  હેમલતાબેન, ભારતીબેન સરસ્વતીબેન દ્વારા  પ્રવૃતિઓ ભાગ લેવામાં આવ્યો હતો જેમાં ત્રણ પ્રવૃત્તિઓ શાળામાં કરવામાં આવી હતી  બ્યુટીસિયન તરીકે મોજીનાશેખ  ને શાળામાં બોલાવવામાં આવી જેના પરિણામ સ્વરૂપે કેસ ગુરુફન અને મહેદી સ્પર્ધા રાખવામાં આવી, ત્યારબાદ રાખડી બનાવનારને શાળામાં બોલાવવામાં આવ્યા અને રાખડી બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી આ ઉપરાંત

 ગોલ્ડ મેડાલિસ્ટ રમતવીર બાબુભાઈ પટેલ મણીભાઈ પટેલ તેઓ પણ શાળામાં આવ્યા હતા જેમના દ્વારા રમતમાં ક્યાં ભાગ લઈ શકાય અને કઈ  બાબતની ધ્યાન રાખવું  જોઈએ રમત ની શરૂઆત કઈ રીતે કરી શકશો જેનું બાળકોને પૂરેપૂરું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારબાદ ખેરગામના પત્રકાર (રિપોર્ટર)દિપકભાઈ પટેલ દ્વારા પત્રકારનું શું કામ હોય છે. ક્યાંથી સમાચાર મળે છે લોકોની સમસ્યા માટે શું કરવું પડતું હોય છે સરકાર સુધી અવાજ કેવી રીતના પહોંચે છે જેની પૂરેપૂરી માહિતી આપી હતી,

પત્રકારો અનેક પ્રકારના પડકારોનો સામનો કરે છે, જેમાં મુખ્ય રીતે નીચેના મુદ્દા આવરી લેવાય છે:

1. સત્ય અને નિષ્પક્ષતા: પત્રકારોને સત્ય વિગતો મેળવવી અને પ્રસ્તુત કરવી પડે છે, પરંતુ ઘણીવાર વિવિધ તાકાતો, રાજકીય દબાણ, અથવા વ્યાપારી હિતો તેમના કામમાં આડાઘોળ લાવી શકે છે.

2. માહિતી સુધી પહોંચવા કઠિનાઈઓ: સત્તાવાળાઓ અથવા સંસ્થાઓ પાસેથી સંપૂર્ણ અને સાચી માહિતી મેળવવી એ પડકારરૂપ બની શકે છે, ખાસ કરીને જ્યારે સંજોગો સંવેદનશીલ હોય.

3. સામાજિક અને રાજકીય દબાણ: કેટલાક પત્રકારોને તેમની કામગીરી દરમિયાન રાજ્ય, સંસ્થા, કે વ્યકિતગત દબાણનો સામનો કરવો પડે છે, જે તેમના કામમાં અડચણો ઊભી કરી શકે છે.

4. સાવધાની: કોઈ આકસ્મિક ઘટનાઓને આવરી લેતી વખતે (ઉદાહરણ તરીકે, કુદરતી આફતો, વિસ્ફોટ, જંગ અને પ્રદર્શન), તેઓના જીવન માટે પણ જોખમ ઊભું થઈ શકે છે.

5. આધુનિક ટેક્નોલોજી અને સોશ્યલ મીડિયા: ટેક્નોલોજીના ઝડપથી વિકસતા માધ્યમોને કારણે પત્રકારો પાસે સચોટ અને ઝડપી રિપોર્ટિંગ કરવાની માગ વધી છે. જોકે, આ સાથે નિષ્ઠાવાન માહિતી અને ગેરમાર્ગે દોરી શકાય તેવી માહિતી વચ્ચે તફાવત કરવો પડકારરૂપ છે.

6. માનસિક દબાણ અને વ્યવસાયિક અસુરક્ષા: સતત રિપોર્ટિંગ અને વ્યસ્ત સમયપત્રક માનસિક દબાણ અને વ્યાવસાયિક અસુરક્ષાને જન્મ આપી શકે છે.

આ પડકારો છતાં, પત્રકારો પોતાનું કામ જવાબદારીપૂર્વક અને નિષ્ઠાપૂર્વક કરવા માટે પ્રયત્નશીલ રહે છે. તેની સમજ આપવામાં આવી હતી.

પત્રકારોએ કેવી સમસ્યાઓને વધુ પ્રાધાન્ય આપવું જોઈએ?

1. શિક્ષણ અને આરોગ્ય: સામાન્ય લોકોના શિક્ષણ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ, અને તેમાં થયેલા સુધારા કે ખામીઓ.

2. આર્થિક સમસ્યાઓ: બેરોજગારી, મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નો અને વેપારી મુશ્કેલીઓ.

3. પર્યાવરણ અને કુદરતી સંસાધનો: વાતાવરણ પ્રદૂષણ, પાણીની સમસ્યા, જંગલોનો નાશ, અને ટેકસાલિટીને લગતા પ્રશ્નો.

4. માનવ અધિકાર અને ન્યાય: સમાનતા, ભેદભાવ, અન્યાય, અને બિનસમાનતા સામે લડવાના મુદ્દાઓ.

5. ભ્રષ્ટાચાર અને ગેરવ્યવહાર: શાસનતંત્રમાં થયેલા ભ્રષ્ટાચાર, અને તેનું સામાજિક અને આર્થિક અસર.

6. સુરક્ષા અને કાયદો વ્યવસ્થા: મહિલાઓ, બાળકો, અને નબળા વર્ગો સાથે થતી હિંસા અને અન્યાયની ઘટનાઓ.

પત્રકારોએ આ પ્રશ્નોને ધ્યાને રાખી માહિતી આપવી જોઈએ અને ઉકેલ માટે સરકાર અને નાગરિકોની જવાબદારી પર પ્રકાશ પાડવો જોઈએની વાત કહી હતી.

આ ઉપરાંત  શાળામાંથી બાળકોને બહાર લઈ જઈ બહારની જે પ્રવૃત્તિઓ હોય તેની મુલાકાત કરાવી હતી જેમાં  વાડી ખેતરની તથા ખેડૂત  દરજી ઉદ્યોગ સ્પીકરની કંપની એમાં છોકરાઓ કે રૂબરૂ મુલાકાત કરી અને કઈ રીતે કામ  કરી શકાય જેની  પૂછપરછ  મુલાકાત દરમિયાન કરી હતી.

 આ 5 દિવસ બેગલેસ ડે' માં બાળકો નાના. મોટા વ્યવસાય પ્રત્યે માન- લાગણી તેમજ તેમાં થતી મહેનતની  કદર કરતા શીખ્યા    તેમના આત્મવિશ્વાસ અવલોકન શક્તિ વ્યવસાય પ્રત્યે ઈમાનદારી સમયની કિંમત  સમજ મેળવી જોખમ કઈ રીતે ઉઠાવવો વગેરેનો વિકાસ થયો હતો અને સમજ મેળવી હતી